નંબર :- ૦૧

ભાવાર્થ :- પ્રારંભિક

આયતો :- ૦૭

સ્થાન :- મક્કા

ઉતરવાનો ક્રમ :- ૦૫

❒ પરિચય :-

    આ સૂરહની પહેલી ચાર આયતોમાં અલ્લાહ તઆલા ના પરિચયની સાથે કયામત (આખિરત) તરફ ઈશારો કરવામાં આવ્યો છે. તેમજ પાંચમી આયતમાં એકેશ્વરવાદ અને છઠ્ઠી આયતમાં દુવા સ્વરૂપે સીધા માર્ગનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. છેલ્લી આયતમાં સારા અને બુરા લોકોની પરિસ્થિતિ તરફ ઈશારો કરતાં તેઓના પરિણામનું વર્ણન કરવામાં આવ્યું છે.

    આ સૂરહમાં અલ્લાહ તઆલા ના સર્જક હોવા, તેમજ એકેશ્વરવાદ અને કયામત વિશેનું વર્ણન હોવાથી આ સૂરતને આખા કુર્આનની બુનિયાદ પણ કહેવામાં આવે છે. તદુપરાંત આ સૂરહની હેસિયત જાણે કુર્આનની પ્રસ્તાવના હોય તેમ છે તેથી આ સૂરહનું નામ સૂરહ ફાતિહા (પ્રારંભિક સૂરહ) રાખવામાં આવ્યું છે.